Tuesday, June 18, 2013

“જખમ તેં મને દીધા ઓ મારવા માટે……
શું હું કહું એકેક જખમ ની એકેક કહાની છે………………”
“એ વાલિયા ને ફિકર માત્ર નથી લુંટ થી શું થાય છે…
લુંટવું મારો ધર્મ છે,અરે કર્મ છે રંજ તેનો લગીરે નથી….
વાંસ ના ને સાગ નાં વનની, બનાવી લોભામણી યોજના..
બેરહેમી થી લુંટે ભાઈ ભાઈ ને,જેનો રંજ તેમને લગીરે નથી…
એ સત્તા ના સેતાનો બની નાદાન,ચૂંટણી માં ઝુકી જાય છે..
આવી સત્તા પર બનાવે ભિખારી,રંજ તેનો લગીરે નથી…”
“હર મહેફિલમે તેરા નામ થા,હર મહેફિલમે તેરા કામ થા,,,
આજ વહાં કબ્રસ્તાન હૈ,હર જગહ જહાં મેરા નામ હૈ…………”
“દેખો યે વતન હૈ હમારા,મર્કટ સા બન રહ હૈ……
બચાના હૈ ઉસે ,મગર દિખતે નહિ કૃષ્ણ,મશીહા,પયગંબર કહીં…………”
“ફૂલ કહે સવારની કિંમત ભલા મારી..
હજારો માં થાય છે……..
સાંજ ના કિંમત ભલા મારી……
હરાજી માં કેમ થાય છે…..?
સમય કશા નો હતો,કોણ માનશે?
જમાનો નશા નો હતો કોણ માનશે?
પથ્થરો પૂજાયા ને માણસો હડફેટે ચડ્યા,
લવારો દશા નો હતો કોણ માનશે?
સમય તો ટાઇમ પાસ કરવા આવ્યો હતો,
એમાં પણ એ વેડફાયો કોણ માનશે?
સાગર મીઠો અને નદિયોં ખારી થઈ ગઈ,
માછલીઓ રડી હતી ચોધાર કોણ માનશે?
વસંત અને પાનખર એક ધાર છે તલવાર ની,
વાંક હતો ફુલો નો કોણ માનશે?
એક માં ખીલ્યા તો બીજા માં કરમાય ગયા,
દોષિત ઠર્યા બિચારા ભમરાઓ કોણ માનશે?
બાકી અહીં તો કેટલાયે “પ્રેમ” કાગળો ચીતરી ગયા,
આ તો શબ્દો નો હતો સરવાળો કોણ માનશે?
………………………………………………..પ્રવિણકુમાર “પ્રેમ
“નોકરી ના નથી ઠેકાણા શું કરું.
આકરા છે આ ઉનાળા શું કરું.
કોલેજ માં આવી આમ-તેમ રખડું છું,
ઘર માં ચાલે છે રાડા શું કરું…
પૈસો હતો તો ધૂમ વાપર્યો,
હવે લોકો આગળ બિચારા શું કરું.
લાગ મળે તો ભાગી જાવ આ દુનિયા થી,
નડે છે ધરમ ધુતારા શું કરું..
મિત્રો પાસે દેવું કરી પરીક્ષા આપી,
તોયે ના ઉતર્યા દેવાળા શું કરું.
પૈસા એ ડુબાડ્યો જિંદગી ના સાગર માં,
નથી હવે કોઈ કિનારા શું કરું.
ચાર વર્ષ બગાડ્યા તોયે ગ્રેજ્યુએટ નથી,
તૂટ્યા સ્વપ્ન ના મિનારા શું કરું…
કોઈ તક મળે તો સાંપડી લવ નોકરી ની
નહિ તો એ………..”લોકો ના ઓશિયાળા” શું કરું……(૨૪/૦૪/૨૦૦૯માં)
“મિત્રો દિલ્હી ગેંગ રૈપ માં મૃત્યુ શરણ થયેલી યુવતી ને શ્રધાંજલિ આપવા આ કવિતા નું સર્જન કર્યું છે…જો સારી લાગે તો અભિપ્રાય જરૂર થી આપજો…..કારણકે દિલ્હી ની દામિની ની જેમ આજે પણ આ દેશ મેં હજારો દામિની વસે છે…પણ પોતાના માં બાપ ની આબરૂ ના કારણે પોતાના મુખને હમેશા માટે બંધ કરનારી યુવતીઓ આજે પણ છે……………બસ એમના માટે જ મેં આ કાવ્ય ની રચના કરી છે………’”
“तेरी खिलती हुई मुस्कराहट आज भी है…
तेरा चहेरा दिलों में तारो ताज़ा आज भी है..
भले ही तू नहीं इस दुनिया में “दामिनी’,
तुजे कुचलकर जिन्दा हेवान आज भी है….
क्या खता की थी तेरी मासूमियत ने…
तुजे यह दुनिया छुड़ाने वाले आज भी है,….
चलती हुई बस में कुचल डाला तुजे…
होते है ऐसे हादसे कहीं आज भी है…..
क्या फेंसला होगा तेरी मासूम जवानी का,..
यंहा तो हर तरफ “अँधा कानून’आज भी है…
मिल सके तो अवतार लेना तुम जांसी की रानी का…
स्वागत में सजीं तलवार आज भी है…
यंहा तो मोमबत्ती जलने वाले हजारो है..
तेरी ही तरह हजारो दामिनी कहीं आज भी है…
कोई तो सन्देश भेजू इस कविता से ऐ “प्रेम”..
बाकि कागज की कश्तियाँ देशमें कही आज भी है…………….”
“હું વાત કરું એની ને મહેફિલ ગુંજી ઉઠે..
મારા આંસુઓના જામ થી દુનિયા ઝૂમી ઉઠે…
જખ્મો જ કઇંક એવા છે મારા દિલ ના,
કે દિલ ખોલું ને દીલવાળા જાળી ઉઠે….
વફા-બેવફા ની રીત તો છે પુરાની “પ્રેમ’માં,
વિશ્વાસઘાત ની રીત કહું ને લોક પૂછી ઉઠે…
કે “પ્રેમ’માં મરણ મળે એ શા કામ નું,
મરો એવા પ્રેમ માં કે ખુદ મરણ તડપી ઉઠે…..
છે એમના પથ્થરો ને તલાશ આજે મારી…
ક્યાંક પથ્થરોને મળું ને ખુદ શણગાર સજી ઉઠે…
માંગું ખુદા તુજ થી કે વસુ એક દી’સૌના દિલોમાં,
ને જયારે મરું તો સૌના દિલ સમસમી ઉઠે….
આશા છે એટલી કે રહું હું દરેક ના દિલોમાં ….
મળે મુજને “પ્રેમ” એટલો કે દિલ ફરી ધડકી ઉઠે…
રાખ થઈને ઉડીશ એવાં પ્રેમનાં ખંડેરો ને મઝારોમાં….
કદાચ એવું બને મારા કણ કણ થી ત્યાંના ફૂલોં ફરી મહેંકી ઉઠે…………….”
“શોધું છું પણ “પ્રેમ” મળે છે ક્યાં પ્રેમ માં..
મળતા નથી તો પ્રેમ ના રસ્તા પ્રેમ માં..
તુષાર પણ કદીક અહી ભૂલા પડતા હશે…
ફૂલોમાં છે હજીયે એના પગલા પ્રેમ નાં..
નીંદર ને ખોદશો તો કદાચ આખું નગર નીકળે..
આમ જ મળે છે પ્રેમ ના સ્વપના પ્રેમ માં…
કોક’દી તો ફરતું હશે વસંતની બહાર ની જેમ…
આજે ઝૂલે છે ત્યાં એકલા જાળાં પ્રેમ નાં…
હે ખુદા તારી સર્જનસૃષ્ટી નું શું થશે?…
તોડ્યા કરે છે દિલ તું હંમેશ આ પ્રેમમાં….
જયારે “પ્રેમ” નામનો મરજીવો ડૂબ્યો…
ત્યાં ખબર પડી કે સાત દરિયા છે પ્રેમ નાં…
ભરાતાં રહેશે આમ જ આ દરિયા પ્રેમ ના…
જો મરતા રહેશે રોજ પરવાના પ્રેમ માં…
બાકી અફસોસ ના કર કબરસ્તાન માં આવીને “પ્રેમ”
સુતાં છે અહીં કેટલાયે મડદાં આ પ્રેમમાં…………”
દિલ ને આજે મારા શ્વાસ નો ભાર લાગે છે…
દર્દ છે આખરી એવો અણસાર લાગે છે…
થાક્યો છું હવે હું જન્મ-મરણ ના ફેરાથી…
મને તો આ “પ્રેમ”તણો આખરી અવતાર લાગે છે…
ભલે નામ છે એનું પ્રેમ જગત માં આ….
જીવનમાં એનાં નફરત પણ ભારોભાર લાગે છે…
મોંત પર એનાં,ક્યાંક થી આંસુ આવ્યા તો ક્યાંક થી ખુશી…
નક્કી એ “પ્રેમ” નો નવો કોઈ શણગાર લાગે છે…
ગુંજી ઉઠી છે મહેફીલો કબરોની વાહ-વાહ થી…
ત્યાં ભરાયેલો “પ્રેમ”નો કોઈ દરબાર લાગે છે..
ખોવાઈ ગયો છે “પ્રેમ” હવે લોકો નાં દીલોમાંથી…
એને તો બસ કબરોમાં જ એનો ઘર-બાર લાગે છે….(૨૪/૦૮/૨૦૦૮)
“પ્રેમ’માં પડેલા કોઈ પ્રેમી ની એવી વાત હશે..
પડ્યો હશે પ્રેમ માં ને નફરત નું કોઈ કામ હશે..
દિલ દઈને દીવાનગી મ્હાલશે જરૂર એ પહેલા..
પછી દિલ તોડીને આંસુઓમાં એનું નામ હશે…
કોઈની થશે ભૂલ,ને સજા મળશે કોઈ ઓર ને…
પરંતુ દર્દ તો ‘પ્રેમ’એવું જ મળશે જે કાયમ હશે…
ચાર ‘દી ને જિંદગી ને વેડફશે એ પાગલ પ્રેમી બની,
પહેલાં હાથોમાં જામ ને પછી હાથ કબર માં હશે..
‘પ્રેમ” તો જ્વાળામુખી છે બે દીલોનો,ફાટશે જો તો..
આદમી હઝારો માં ને મહેફિલ મઝારો માં હશે…
બાકી પ્રેમમાં મરનારા ની લાશ ને ક્યાં છે ખબર…
કે નામ “પ્રેમ”છે પણ પથ્થર જ એનો મુકામ હશે….
આપણા ગુજરાતી…
વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે.
મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે.પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ.બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે’મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બાભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)
ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક – ટુ વ્હીલર અને બીજો – મોબાઈલ.જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ‘દેવું કરીને પણ ઘી પીવું’. હવે એવું કહેવાય છે કે ‘દેવું કરીને પણ બાઈક લેવું’.ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ‘ફ્રી’ લખ્યું તો તો ‘ખ…લ્લા…સ’. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે…. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)
ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર …ડ…ડ…ડ…ભૂ…સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.’ આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થા
ય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….
ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી.સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. ‘એ લાટસા’બ હોય તો એના ઘેર, મારે શું?’ આવી તાસીર જ આપણને ‘જીદ કરી દુનિયા બદલવાની’ શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી,સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે.
(શું કહો છો, બરાબરને ભઈ?)
હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?
(CREDIT:હા-અમે ગુજરાતી)
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે.
દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે ,
રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , સુંદર
અક્ષરે મારું નામ લખવું છે.
મારે ફરી એકવાર શાળાએ જવું છે…!!
રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ
નીચે …હાથ ધરી પાણી પીવું છે.
જેમ તેમ લંચબોક્સ પૂરું કરી..
મરચુ મીઠું ભભરાવેલ આમલી-બોર-જમરુખ-
કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું
છે ,
કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,
એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે ,
અનપેક્ષીત રજાના આનંદ માટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં ,
મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને ,
સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.
રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે
તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.
તો ભાગી જવાની મોજ અનુભવવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
દીવાળીના વેકેશનની રાહ જોતાં , છ માસીક
પરીક્ષાનો અભ્યાસ કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને
પગથી તોડી , હાથ
ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. રાતે
ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી , તેમાંથી ન
ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને
કહેવા…
મારે ફરી એકવાર શાળાએ જવું છે…!
કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં ,
પીઠ પર દફતરનો બોજ વગાડવો છે.
ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં ,
પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક
ખુરશી કરતાં ,
બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે.
બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ
અભંગનો અર્થ હવે
થોડો સમજમાં આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે…
મારે ફરી એકવાર શાળાએ જવું છે..!
નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું…
આજે જયારે મોટો થયો છે કે “તૂટેલા સ્વપ્નો”
અને “અધુરી લાગણીઓ”
કરતા “તૂટેલા રમકડા” અને “અધૂરા હોમવર્ક”
સારા હતા..
આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય
એના કરતા શાળા માં શિક્ષક “અંગુઠા”
પકડાવતા હતા એ સારું હતું…
આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને
જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે
“પીઝા” મા નથી આવતો…
FROM(હા-અમે ગુજરાતી)
હું ગુજરાત છું……
હું ગુજરાત છું……
જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત.
જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત.
ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત.
શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત.
ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત………..
હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું,
અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું.
હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું, મારું પોત કચ્છના રણની ધોળાશ જેવું નિષ્કલંક છે તો મારા હૃદયમા તે જ રણની વિશાળતા છે, નર્મદાનું પાણી મા ગુર્જરીનું ધાવણ છે. હું ગુજરાત!!!!!!!!!
સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે.
મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે,
અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે………
મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે.શ્યામજી કૃષ્ણ વર્માની ક્રાંતિ મા હું છું, ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે……..
ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા…………….
હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું….
હું ગુજરાત છું ……

-Ha ame gujrati-